અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ જન્મ સ્થળ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે વડા પ્રધાનના આહવાહન અન્વયે ગુજરાત સરકારના કાયદામંત્રી ઋષિકેશ પટેલની અનુરોધને આધારે ચેરિટી કમિશનર દ્વારા ધાર્મિક સંસ્થાનું સંચાલન કરતા ટ્રસ્ટો દ્વારા ધામધુમ પૂર્વક ઉજવણી કરાય તેવું આયોજન કરવા સૂચના અપાઇ છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ થઈ છે. ત્યારે પ્રજા લક્ષી હેતુ માટે સારી કામગીરી કરતા ધાર્મિક સંસ્થાઓનું સંચાલન, વહીવટ, કાર્યવાહી કરતી સંસ્થાઓ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહાપર્વની ઉજવણી કરવા માટે ૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી ધાર્મિક સ્થાનોની સફાઇ કામગીરી, શણગાર કરવાની કામગીરી તેમજ અભ્યાગત, તથાગત, સાધુસંતો, ગરીબ દરિદ્રનારાયણોને ભોજન – પ્રસાદ વહેંચણીની વ્યવસ્થા કરવાની સાથે જ મહાપર્વના ઉત્સવમાં ભાગ લઇ શકે તે માટે ઓડીયો, વીડીયો, બેનરો, ધજાપતાકા, વિગેરે વ્યવસ્થા આયોજન, હર્ષોલ્લાસ અને આનંદ એખલાસની સાથે સાંસ્કૃતિક મહોત્સવમાં સૌ પ્રજાજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થાય અને સંસ્થાઓના સંચાલકો (ટ્રસ્ટીઓ) દ્વારા ભવ્ય આયોજન થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નોધાયેલ ધાર્મિક ટ્રસ્ટોના ટ્રસ્ટીઓને જાણ કરવા માટે ચેરિટી તંત્રના તમામ અધિકારીઓને આર.વી.વ્યાસ સંયુક્ત ચેરિટી કમિશનર અમદાવાદ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.