વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેમજ અન્ય આરોપીઓમાં રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં વધુ ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર વઘાસિયા નજીક પકડાયેલ નકલી ટોલનાકા વાંકાનેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાંકાનેર ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અગાઉ આ કેસમાં રવિરજસિહ ઝાલા અને હરવિજયસિહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ, વઘાસિયા સરપંચ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્ર સિહ ઝાલા સહિત પાંચ ઈસમો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોધાઇ છે. ત્યારે હવે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.