Wednesday, November 27, 2024
HomeGujaratટંકારાના સજનપર ગામે ચાર ઈસમોએ ખેતરનો દરવાજો તોડી ઊભા કપાસ પર જેસીબી...

ટંકારાના સજનપર ગામે ચાર ઈસમોએ ખેતરનો દરવાજો તોડી ઊભા કપાસ પર જેસીબી ફેરવી દીધું:માલિકે ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના સજનપર ગામે ચાર ઇસમોએ જેસીબી સાથે આવી ધમકી તેમની પાડોશમાં રહેલ વાડીના દરવાજા અને સિમેન્ટ પોલ તોડી નાખી વાડીમાં વાવેલ કપાસના પાક ઉપર જેસીબી ફેરવી દઈ ખેડૂતનું નુકશાન કરતાં સમગ્ર મામલે ચારેય ઇસમો વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના સજનપર ગામે વાડી ધરાવતા વાંકાનેના દિવાનપરા, પાંજરા પોળની બાજુમાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદીની વાડીમાં તેમની પાડોશી વાડીના પ્રવિણભાઈ નાથાભાઈ ધોડાસરા (રહે.ક્રિએશન કન્સલ્ટન્ટ, વિશ્વકર્મા કોમ્પલેક્ષ, ૧૫૦ ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે,, રાજકોટ શહેર), હસમુખભાઈ વાઘજીભાઇ બોડા (રહે. ગામ, ટંકારા, તા. ટંકારા, જી. મોરબી), જયેશભાઇ લાલજીભાઇ પટેલ ( રહે. ગામ. સજનપર, તા. ટંકારા, જી. મોરબી) તથા કિશોરભાઈ લવજીભાઈ પટેલ ( રહે. ગામ, સજનપર, તા. ટંકારા, જી. મોરબી) નામના શખ્સોએ બહારથી જેસીબી બોલાવી ફરિયાદીની વાડીનો દરવાજો, સિમેન્ટનો પોલ તોડી નાખી કપાસના પાકમાં જેસીબી ફેરવી દેતા ચારેય વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!