Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી જેટકો સ્ટાફ ક્વાર્ટર ખાતે રામજન્મભૂમિ પૂજિત અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું

મોરબી જેટકો સ્ટાફ ક્વાર્ટર ખાતે રામજન્મભૂમિ પૂજિત અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું

મોરબીના ગોકુલનગર વિસ્તાર નજીક આવેલ ૬૬ કેવી બી જેટકો સ્ટાફ ક્વાર્ટરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું સામૈયા કરી ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સમગ્ર દેશમાં આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આનંદ અને ખુશી જોવા મળી રહી છે ત્યારે વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે. તેવામાં અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું મોરબી ગોકુલનગર નજીક આવેલ જીઇબી ૬૬ કેવી બી જેટકો સ્ટાફ ક્વાર્ટરમાં વ્હાલા રામભક્તો દ્વારા ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જેટકો સ્ટાફ ક્વાર્ટરના નાના ભૂલકાથી લઇ વૃદ્ધ સુધીના લોકોએ રામધૂન તથા કીર્તન ગાઈને ગરબા લીધા હતા. તથા પૂજિત અક્ષત કળશની આરતી ઉતારી સૌ કોઈ રામભક્તો ભાવવિભોર થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!