મોરબી ફાયર લીડિંગ ફાયરમેન જયેશ ડાકીએ ઉમિયા સર્કલ આગળ યદુનંદન પુલ પાસે લોકોને એકત્રિત જોઈ કેનાલમાં ખાબકેલા આંખલાને બચાવવા કોશિશ કરતા લોકોની વહારે આવી પાણીમાં છલાંગ લગાડી આખલાને રોપ વડે બાંધી બહાર કાઢ્યો હતો.
મોરબી ફાયર ટીમના લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને તેના સાથી મિત્ર નીરવભાઈ સાથે બાઈક પર બહાર જતી વેળાએ ઉમિયા સર્કલ આગળ યદુનંદન પુલ (કેનાલ)પાસે લોકોને એકઠાં થયેલ જોતા ત્યાં કેનાલમાં જોતા આખલો ફસાયેલ જોવા મળ્યો હતો. ત્યારે કેનાલમાં પાણીની વધારે આવક અને બાજુમાં અંડરગ્રાઉન્ડ સાઇફન હોવાને કારણે ત્યાં રહેલ લોકો રોપ (રસ્સા) વડે બચાવવાની કોશિશ કરતા હતા. ત્યારે જયેશ ડાકીએ તરત જ પાણીમાં છલાંગ લગાવી આખલાને રોપ વડે વ્યવસ્થિત બાંધી લોકોની મદદથી બહાર કાઢી એક અબોલ પ્રાણીનો જીવ બચાવવાની સરાહનીય કામગીરી કરી હતી.તેમજ હાજર લોકોએ પણ ફાયર મેન ની કામગીરીને બિરદાવી હતી.