સિરામિક સિટી મોરબીમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તસ્કરોએ નાની વાવડી ગામે નવ દુકાન અને ચાર મકાનના તાળા તોડી હાથફેરો કર્યો હતો. જો કે, હજુ સુધી ચોરી થયેલ મુદામાલની ચોક્કસ વિગતો સામે આવી નથી
શિયાળાએ જમાવટ કરતાં જ મોરબી શહેર અને જિલ્લામાં તસ્કરો સક્રિય થઈ ગયા હોય, તેમ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યાં છે. આવો જ એક બનાવ મોરબીના નાની વાવડી ગામે નોંધાયો છે. જેમાં ગત મોડી રાત્રે તસ્કરોએ નવ દુકાન અને ચાર મકાનના તાળા તોડી હાથફેરો કર્યો હતો. જોકે હજુ સુધી ચોરી થયેલ મુદામાલ ની ચોક્કસ વિગતો સામે આવી નથી. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે એક મકાનમાં તસ્કરો દરવાજો કૂદીને અંદર આવતા હોય તેવા દ્ર્શ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.