ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા યુવકે સમાજના જ લોકો સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ હોય જે ભાગીદારમાથી યુવક છુટા થતા ભાગીદારો વચ્ચે યુવકને ૯૦ લાખ રૂપિયા આપવાના હોય જેમાથી ૨૦ લાખ ચૂકવેલ હોય બાકીના ૭૦ લાખની માંગણી કરતા જાનથી મારી નાખવાની ભાગીદાર પિતા પુત્રએ ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા સહદેવસિંહ જયુભા ઝાલા ઉવ.ર૫ એ આરોપી કર્મરાજસિંહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા તથા અજીતસિંહ નાનભા ઝાલા રહે બંને મૂળ નેકનામ ગામ તા. ટંકારા હાલ રહે રાજકોટ સોર્ફ રોડ કમિશ્નરના બંગલા પાસે રાજકોટ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે આરોપી કર્મરાજસિંહ ઉર્ફે સાગર તથા સહદેવસિંહ પેટ્રોલપંપમા ભાગીદાર હોય અને સહદેવસિંહ ભાગીદારીમાથી છુટા થતા સહદેવસિંહને રૂપીયા ૯૦લાખ આપવાનુ અરસપરસ સમજુતી થયેલ જેમાથી રૂપીયા ર૦લાખ ચુકવેલ અને બાકીના રૂપીયા ૭૦ લાખની ફરીયાદી માગણી કરતા આરોપી કર્મરાજસિંહ અને અજીતસિંહએ રૂપીયાની માગણી કરશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. જેથી સહદેવસિંહે બંને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.