વાંકાનેરના ઢૂવા-માટેલ રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બાઈક ઉપર વેચાણ કરવાના આશયથી બિયરના ટીનની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે જયારે આરોપીની સઘન પૂછપરછમાં બિયરનો જથ્થો આપનારનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઢૂવા-માટેલ રોડ ઉપર દ્વારકાધીશ હોટલ પાસે વાહન ચેકીંગ કામગીરી કરતા હોય ત્યારે એ ઈસમ હોન્ડા સાઈન બાઈક રજી. જીજે-૩૬-એડી-૩૬૯૦માં ત્યાંથી પસાર થતા તેને રોકી તેની પાસે રહેલ બચકામાં તપાસ કરતા કિંગફિશર બિયરના ૪૮ નંગ ટીન મળી આવતા આરોપી જગદીશભાઇ ઉર્ફે વનરાજ ગેલાભાઇ ભુસડીયા ઉવ.૩૧ રહે હાલ-જુના ઢુવા,સુખુભા સવુભા ઝાલાના મકાનમાં ભાડેથી મુળ ગામ-મેસરીયા તા.વાંકાનેરની અટક કરવામાં આવી હતી. જયારે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ બિયરના ટીનનો જથ્થો મેસરીયા ગામે રહેતા રામજી ઉર્ફે અજય ધીરૂભાઇ ભુસડીયા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બાઈક અને બિયરનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે.માં પ્રોહી.એક્ટ હેઠળ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.