ભાડે મકાન આપતા મકાન માલિકે સબંધિત પોલીસ મથકમાં જાણ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો પોલીસને જાણ કરવામાં ન આવે તો જાહેરનામાના ભંગ બદલ મકાન માલિક સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. ત્યારે મોરબી બી ડીવીઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં પરપ્રાંતીય મજૂરોને ઓરડીઓ ભાડે આપી જેની પોલીસમાં જાણ નહિ કરતા મકાનના માલિક સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિશાલ ફર્નિચર પાછળ આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ બલુભાઇ જાદવ પોતાના રહેણાંકમાં ઓરડીઓ બનાવી ઓરડીઓમાં અલગ અલગ પરપ્રાંતિય વ્યકતીઓને (મજુરોને) ભાડા પેટે આપી સબંધીત કચેરીઓમાં જાણ કરી ન હતી તેમજ સ્થળ ઉપર કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ નહી કરતા બી ડિવિઝન પોલીસે આરોપી પ્રવિણભાઇ બલુભાઇ જાદવ ઉવ.૩૫ રહે.લક્ષ્મીનગર સોસાયટી વિશાલ ફર્નીચર પાછળ મોરબીવાળા વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.