અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને દેશ અને ગુજરાત માં નવ નિર્મિત શ્રી રામ મંદિર માં ભગવાન શ્રી રામ ની પધરામણી ની ખુશી ને હર્ષોલ્લાસ થી લોકો સહિત વિવિધ સંગઠનો,સંસ્થાઓ ને મંદિરો માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા માં પણ વિવિધ કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે મહાઆરતી, શોભાયાત્રા, ધૂનભજન,હવનો, અને શહેર ને ધજા પતાકા થી સજ્જ કરી મોરબી એક અયોધ્યાનગરી બનાવવા સજ્જ થઈ રહ્યું છે જેને મોરબી નું પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, અને સોશીયલ મીડિયાના પત્રકારો એ બિરદાવી તેને લોકો સુધી પહોંચાડવા તેના માધ્યમો થકી વાચા આપી રહ્યા છે ત્યારે આ આયોજન નો લોકો માં વધુ ને વધુ મેસેજ પહોંચે ને સમગ્ર મોરબી જિલ્લો આ આયોજન માં જોડાય અને અયોધ્યા માં શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ યોજાય તેવી ભગવાન ને પ્રાર્થના હેતુસર પત્રકાર એસોસિએશન મોરબી દ્વારા સમગ્ર મોરબી જીલ્લાની જનતા માટે તા ૨૦-૧-૨૦૨૪ ને શનિવાર ના રોજ સવારે ૯ થી ૧૨ વિશ્વશાંતિ સરસ્વતી મહાયજ્ઞ નું આયોજન શ્રી રામમહેલ મંદિર દરબારગઢ પાસે કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞ મોરબી ના જાણીતા કથાકાર અમિતભાઇ જે પંડ્યા આચાર્યપદે રહેશે આ હવન પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી રામ ની મહાઆરતી યોજાશે આ હવન માં આહુતિ આપવા અને દર્શન નો લાભ લેવા ધર્મ પ્રેમી જનતા ને જાહેર આમંત્રણ છે આ આયોજન નો મોરબી ની ધર્મપ્રેમી જનતા વધુ ને વધુ લાભ લે માટે પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, સહમંત્રીપદે આર્યનભાઈ સોલંકી, ખજાનચી પંકજભાઈ સનારીયા, કારોબારી સભ્યો અતુલભાઈ જોષી, ઋષીભાઈ મહેતા, સંદીપભાઈ વ્યાસ સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.