હળવદ તાલુકાના કીડી ગામે કુટુંબી ભાઈને ગામના અન્ય લોકો દ્વારા ચોકડીએ આવવાની ના પાડતા તેનું ઉપરાણું લઇ ચોકડી ઉપર જતા વૃદ્ધ ઉપર ગામના જ છ શખ્સો દ્વારા લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જયારે સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવી કે દારૂના નશામાં કીડી ગામની ચોકડીએ બાઈક ઉપર લાકડી અને ધારીયું લઈને આવી કુટુંબને ગાળો આપતા બંને આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના નવી કીડી ગામે રહેતા પ્રેમજીભાઈ ચતુરભાઈ ઉઘરેજા એ આરોપીઓ મુકેશભાઇ જેસીંગભાઇ રબારી, સાગરભાઇ હરજીભાઇ રબારી, વેલાભાઇ મુમાભાઇ રબારી, હરજીભાઇ મુમાભાઇ રબારી, ગેલાભાઇ હરજીભાઇ રબારી, રધુભાઇ ગેલાભાઇ રબારી રહે. બધા કીડી ગામ તા.હળવદ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૧૬જાન્યુ. ના રોજ પ્રેમજીભાઈના કુટુંબી ભાઈને કીડી ગામની ચોકડીએ આવવાની ગામના જ કોઈ લોકોએ ના પાડી હોય જેથી કુટુંબી ભાઈનું ઉપરાણુ લઇ પ્રેમજીભાઈ પોતાનુ મો.સા લઇ ચોકડી ઉપર આવેલ ત્યારે આરોપી મુકેશભાઇ જેસીંગભાઇ રબારી, સાગરભાઇ હરજીભાઇ રબારી, વેલાભાઇ મુમાભાઇ રબારીએ લાકડી લઈ આવી પ્રેમજીભાઈને ચોકડીએ આવવાની ના પાડેલ બાબતે બોલાચાલી કરી ત્રણેય જણાએ પ્રેમજીભાઈને ગાળો આપેલ જેથી પ્રેમજીભાઈએ ગાળો દેવાની ના પાડતા ત્રણેય જણાએ લાકડી વડે મુઢમાર મારેલ તથા મો.સા.ને નુકશાન કરેલ અને ત્યારે પ્રેમજીભાઈના કુટુંબીએ તેમને માર માર્ટા લોકો પાસેથી છોડાવી પ્રેમજીભાઈને તેના ઘર પાસે મુકી આવેલ હતા. અને આશરે અડધો કલાક બાદ પ્રેમજીભાઈ પોતાનુ મો.સા. લેવા ચોકડીએ ગયેલ ત્યારે અન્ય ત્રણ આરોપીઓ હરજીભાઇ મુમાભાઇ રબારી, ગેલાભાઇ હરજીભાઇ રબારી, રધુભાઇ ગેલાભાઇ રબારી પતેમજીભાઈને લાકડીઓ દેખાડી ગાળો દેવા લાગેલ જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામા પક્ષે કીડી ગામે રહેતા હરજીભાઇ મુમાભાઇ પાણકુટા ઉવ ૪૫ એ આરોપીઓ પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજા, વિપુલભાઇ હરજીભાઇ ઉઘરેજા રહે.બંને કીડી ગામ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી પ્રેમજીભાઈ તેમની બોલેરો ગાડી લઇ ચોકડી તરફ આવેલ અને હરજીભાઈના કુટુબને ચોકડી ઉપર આવવા બાબતે ગાળો દેવા લાગેલ અને ગામના માણસો સમજાવતા આરોપી પ્રેમજીભાઈ ગાડી લઇ જતા રહેલ અને થોડીવાર બાદ આરોપી પ્રેમજીભાઈ અને વિપુલભાઈ દારૂના નશામાં તેમના મોટર સાયકલમાં લાકડી બાંધી આવી હરજીભાઈના કુટુબને ગાળો દેવા લાગેલ અને આ વખતે આરોપી વિપુલભાઈ પણ હાથમાં ધારીયુ લઇ ગાળો દેવા લાગેલ જેથી બંને આરોપીએ એકબીજાની મદદ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલ હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી બંને પક્ષો સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસની તજવીજ હાથ ધરી છે.