રામ મંદિર અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં સ્થિત મંગલમ પ્લે હાઉસના નાના ભુલકાઓએ જુદા જુદા વસ્ત્રોમાં સજ્જ થઈ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્થિત મંગલમ્ પ્લે હાઉસના બાળકો દ્વારા રામ મંદિર અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે લોકોને ઉત્સાહ ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પ્લે હાઉસના બાળકો દ્રારા હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ જેવો માહોલ બનાવી ઉજવણી કરવા જણાવાયુ હતું. જે આહવાન અંતર્ગત બાળકો દ્રારા રામ પરીવાર, બજરંગબલી સહિત રામ જીવનના જુદા જુદા વસ્ત્રો પરીધાનથી સજ્જ થઈ રામના જયકાર સાથે રેલી યોજી સ્થાનિક લોકોને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ ઉજવવા આહ્યવાન કરવામાં આવ્યું હતું. સાથે રામના વિવિધ ગીતના નૃત્ય કરી ઈશાવાસ્યમધામ રામ મંદિર પરીસરમાં ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ હતી. તેમજ સંચાલકોએ રામજીવનની વિવિધ વાર્તા કરી અયોધ્યા રામ મંદિરના સંઘર્ષ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.