૫૦૦ વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ગઈકાલે તા. ૨૨-૧-૨૦૨૪ના અમૃતસિધ્ધિ યોગ સાથેના શુભ દિને સાત હજાર વર્ષથી વધુ સમયથી લોકોના હૃદયમાં વસેલા ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિમાં સાકાર થયેલા ભવ્ય મંદિરમાં બાળ રામલ્લાના સ્વરૂપે પ્રાણ પ્રતિષ્ઠિત થઈને બીરાજમાન થયા છે. ત્યારે આ ઐતહાસિક ઘડીને મોરબી સહિત સૌરાષ્ટ્રના ઉત્સવપ્રિય જનોએ ભવ્યતા અને ભાવવિભોર બનીને ઉજવ્યો હતો. ત્યારે મોરબીનાં ફ્લોરા હોમસ ખાતે ૨૦૦ કિલો ફૂલોથી ૧૧૧ ફૂટ લાંબી અને ૨૪ ફૂટ પહોળી વિશાળકાય રંગોળી બનાવી હતી. અને ભગવાન રામના વધામણાં કર્યા હતા.