Saturday, September 21, 2024
HomeGujaratમોરબી:પીપળી રોડ શિવપાર્ક સોસાયટીની શેરીમાં પાર્ક કરેલ સ્પ્લેન્ડરની ઉઠાંતરી

મોરબી:પીપળી રોડ શિવપાર્ક સોસાયટીની શેરીમાં પાર્ક કરેલ સ્પ્લેન્ડરની ઉઠાંતરી

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શિવપાર્ક-૨ સોસાયટીમાં રહેતા કિશોરભાઇ કાનજીભાઇ ખરા ઉવ-૨૯ એ ગઈ તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પોતાના રહેણાંક મકાન બહાર પોતાનું સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૩૬-કે-૫૩૪૮ પાર્ક કર્યું હોય જે બીજે દિવસે તા.૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના સવારમાં ઘર બહાર જોતા સ્પ્લેન્ડર મો.સાયકલ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. બાઈક ચોરી બાબતે ફરિયાદી કિશોરભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર બાદ આજરોજ મોરબી તાલુકામાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!