Saturday, September 21, 2024
HomeGujaratવાંકાનેર સીટી પોલીસના બે અલગ અલગ સ્થળોએ દરોડામાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર...

વાંકાનેર સીટી પોલીસના બે અલગ અલગ સ્થળોએ દરોડામાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસે સ્ટેશન રોડ તેમજ મીલ પ્લોટ ચોક ખાતે દરોડા પાડી વર્લીના આંકડાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ વાંકાનેર સીટી પોલીસના દરોડામાં મીલપ્લોટ ચોકમાંથી આરોપી ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી ઉવ-૨૦ રહે.વાંકાનેર મીલપ્લોટ શેરી નં-૩ ને વર્લી ફિચર્સના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફિચર્સના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૪૮૦/- કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં આરોપી રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૈશલ્ય ઉવ-૩૩ રહે,વાંકાનેર દેલવાડીયા સાહેબના દવાખાના પાછળને વાંકાનેર સીટી સ્ટેશન રોડ ખાતે ખુલ્લી જગ્યામાં નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૩૦૦/-સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!