ગત તા.૦૧/૦૧/૨૦૨૪ ના રાતના સમયે દુકાનદારે સમાન લેવા આવતી યુવતીને અવાવરૂ ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહિ બનાવની હકીકત જાણવા ગયેલ ભોગ બનનારની માતા-બહેન અને ભાઈને પણ આરોપીઓએ માર માર્યો હતો. અને “થાય એ કરી લેજો” કહી પરિવારજનોને ઈસમે ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મી ઈસમ સહીત ત્રણ ઉસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ચકચારી દુષ્કર્મ કેસના આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ગત તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી કે, આરોપીએ તેની માધાપર વિસ્તારમાં આવેલી પાન માવાની દુકાને યુવતી રાત્રે વસ્તુ લેવા ગયેલ હોય ત્યારે આરોપીએ ભોગબનનારને પાન મસાલા આપવાના બહાને દુકાન સામે આવેલ અવાવરુ ઓરડીમાં લઈ જઈ ભોગબનનારની મરજી વીરુધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૯(૧) મુજબનો ગુનો નોંધી આરોપી ગોપાલભાઈ ભોજાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. જેમાં આરોપી ગોપાલે મોરબીના સીનીયર એડવોકેટથી દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. ત્યારે આરોપી તરફ એડવોકેટ દીલીપભાઈ અગેચાણિયાએ કાયદાને લગતા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિષે ચુકાદાઓ રજુ કરી અને ધારદાર કાયદાકીય દલીલ કરી. બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, ૨વી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.