Wednesday, November 20, 2024
HomeGujaratપ્રજાસતાક દિવસ નિમિતે મોરબી સબ જેલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

પ્રજાસતાક દિવસ નિમિતે મોરબી સબ જેલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજે ૨૬મી જાન્યુઆરી છે. ભારત એનો ૭૫મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સબ જેલ ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં વિજેતા કેદીવાન ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલ ખાતે આજે તા.૨૬/૦૧/૨૦૨૪ ના રોજ “૭૫ માં પ્રજાસતાક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અધિકારી/કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને તમામ બંદીવાનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

તેમજ બંદિવાનો દ્વારા દેશભક્તિને લગતા કાર્યક્રમો જેવા કે, દેશ-ભક્તિ ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, કેરમ, ચેસ, લીંબુ ચમચી, લુડો જેવી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જીતેલ બંદીવાન ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આમ રાષ્ટ્રીય કાર્યક્રમની મોરબી સબ જેલ ખાતે ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.. તેમજ જેલમાં સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફ દ્વારા પૂરો સહકાર આપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!