જો આપણી પાસે સાહસ અને જુસ્સો હોય તો કોઈપણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે. તેમજ આવા ગુણોથી માણસ પોતાના લક્ષ્યને મેળવી શકે છે. આવું જ કંઈક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવ્યું છે. કોન્સ્ટેબલે સાઉથ આફ્રીકાના તાન્જાનીયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલ આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં શિખર ટ્રાવેલ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આફ્રીકાના તાન્જાનીયામાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ માઉન્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો સર કરવા અંગે સમીટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ આ સ્પર્ધામાં ભાગ લઇ આજરોજ આફ્રીકા ખંડના તાન્જાનીયા દેશમાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો શિખર (ઉંચાઇ-૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફુટ) ના એવરેસ્ટને સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે. જેને લઇ મોરબી જીલ્લાના તમામ અધિકારી તથા કર્મચારી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.