મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સીરામીક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૯ ઈસમોને ઝડપી લેવાયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૪,૬૦૦/- કબ્જે લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સીરામીક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા મહેશકુમાર રઘુવિરપ્રસાદ નિસાદ રહે.ઉંચી માંડલ, સેલટોસ સિરામીક, મૂળરહે.ઉત્તરપ્રદેશ, બ્રજેશ નન્હા અહિવાર રહે.બેલા વાટેરા સિરામીક મુળરહે મધ્યપ્રદેશ, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ રહે.ઉંચી માંડલ, સેલટોસ સિરામીક મુળ રહે.ઉત્તરપ્રદેશ, રામનરેશ મુલચંદ નિસાદ રહે.બેલા વાટેરા સિરામીક મુળ રહે.ઉત્તરપ્રદેશ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ રહે.બેલા, વાટેરા સિરામીક, મુળરહે બિહાર, રાજકુમાર બિરેન્દ્ર નિસાદ રહે.બેલા વાટેરા સિરામીક મુળરહે.ઉત્તરપ્રદેશ, શિવમ દાલચંદ નિસાદ રહે. ઉંચીમાંડલ, સિલોરા સિરામીક, મુળ રહે.ઉત્તરપ્રદેશ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ રહે.ઉંચી માંડલ, સેલટોસ સિરામીક મુળ રહે.ઉત્તરપ્રદેશ, રવિકુમાર તેજાસાહ શાહ રહે. બેલા વાટેરા સિરામીક મુળ રહે.બિહારને રોકડા રૂ. ૨૪,૬૦૦/-સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.