Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે વર્ષથી ફરાર આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે વર્ષથી ફરાર આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવાયો

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો ૦૭ વર્ષની સજા કાપતો પાકા કામનો કેદી છેલ્લા ૦૨ વર્ષથી પેરોલ ઉપર છૂટયા બાદ ફરાર થઈ જતાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યના બલીયા જિલ્લા ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં આરોપી સેરાજ અહેમદ રજાક હુશેન હાશમી (રહે.રતસર તા.જી.બલીયા (યુ.પી))ને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી ૧૫ દિવસની પેરોલ રજા મળતા કેદીને તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ પાકા કામનો કેદી પેરોલ રજા પરથી ફરાર થઈ જતાં કેદીને હસ્તગત કરવા માટે મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઉતર પ્રદેશ ખાતે તપાસ માટે જતાં પેરોલ ફરાર કેદીને ગત તા.૨૫/૦૨/૨૦૨૪ ના રોજ યુપીના બલિયા જિલ્લાનાં રતસર કલાન અગરધતા મેઇન બજાર ખાતે પકડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!