મોરબી -૨ ના મહેન્દ્ર નગર ખાતે રામધન આશ્રમ ખાતે શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. જે જ્ઞાનયજ્ઞ કથા ૧૭/૦૨/૨૪ થી શરૂ થશે અને ૨૫/૦૨/૨૪ ના રોજ કથા વિરામ થશે જે કથામાં મુખ્ય યજમાન પદે શ્રી ઉમિયા માતાજી અને હનુમાનજી મહારાજ રહેશે જે કથામાં વક્તા તરીકે બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) રહેશે. જે કાર્યક્રમમાં તન, મન અને ધનથી સહયોગ આપવા ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા લોકોને. આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી -૨ ના ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમ સવંત ૨૦૮૦ મહાસુદ – ૯ ને તા.૧૭/૦૨/૨૦૨૪ને શનિવારના રોજ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ થશે અને ૨૫/૦૨/૨૦૨૪ના રોજ કથા વિરામ કરવામાં આવશે. જે કાર્યક્રમમાં સંતો,મહંતો,રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા ગામના અગ્રણીઓ તેમજ મહિલા મંડળ સહિતના અગલ અલગ આગેવાનો ઉપસ્થિત રહેશે. શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞમાં ચારિત્ર્ય રસપાન બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી મધુર અને સુરીલા કંઠની કથાનું રસપાન કરાવશે. શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન શ્રી ઉમિયા માતાજી તથા હનુમાનજી મહારાજ રહેશે. જે જ્ઞાનયજ્ઞ કથામાં શિવ વિવાહ, શ્રી રામ પ્રાગટ્ય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ તેમજ રામેશ્વર રસપાન કરાવવામાં આવશે. જે કાર્યક્રમમાં ૨૩/૦૨/૨૦૨૪ને શુક્રવારના રોજ ૧૦૮ લોટા રાંદલ તેમજ યજ્ઞ પવિત રાખવામાં આવ્યુ છે. જે હરિરસ કાર્યક્રમમાં તરબોળ થવા શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા સર્વ ભકતજનોને તન મન ધનથી સહયોગ આપવા ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…