મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રી આયોજક અને સેવાભાવી અજય લોરિયાની બાંધકામ સમિતિમાં ૨.૫ વર્ષની ટર્મ પૂર્ણ થતાં તેમણે ૨૯૦ કરોડના વિકાસના કાર્યોનો હિસાબ રજૂ કાર્યો હતો. અને સહકાર,ઉત્પાદન-સિંચાઇના ચેરમેન તરીકે આજરોજ ચાર્જ સંભાળી લોકોના વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી હતી.
મોરબીની જનતાએ વિશ્વાસ મૂકી બાંધકામની ટર્મ ૨.૫ વર્ષ માટે અજય લોરિયાને ફાળવવામાં આવી હતી. જે ૨.૫ વર્ષની ટર્મ પૂર્ણ થતાં મોરબીના ગામડે ગામડે પહોચી ૨૯૦ કરોડના વિકાસના કામો કર્યા હતા જે આજરોજ હિસાબ રજૂ કાર્યો હતો. તેમજ બાંધકામ સમિતિની ટર્મ પૂર્ણ થતા આજરોજ સહકાર,ઉત્પાદન, સિંચાઇના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આજરોજ ચાર્જ સંભાળતા મોરબીવાસીઓના વિકાસના કાર્યો કરીશ તેવી ખાતરી આપી હતી.