Wednesday, November 27, 2024
HomeGujaratકેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજુ કરાયેલ સંજીવનીરૂપ બજેટને આવકારતા મોરબી કચ્છના સાંસદ વિનોદ...

કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજુ કરાયેલ સંજીવનીરૂપ બજેટને આવકારતા મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા

વર્ષ ૨૦૨૪ માટે વચગાળાના બજેટ ને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણજીએ સંસદ સમક્ષ રજુ કર્યો હતો. જેને સાંસદ વિનોદ ચાવડા દ્વારા આવકારવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા – વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.

- Advertisement -
- Advertisement -

સાંસદ વિનોદ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ માટે વચગાળાના બજેટ ને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણજીએ સંસદ સમક્ષ રજુ કરતાં દશ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલ વિકાસ કામોનો ચિતાર રજુ કરતાં જણાવ્યુ હતુ કે, રી ફોર્મ – પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે પંચામૃત વિકાસની રાહ પર ચાલી ભારત સરકારે આગામી ૨૫ વર્ષમાં દેશની ઉન્નતિ તરફ વિકાસ પથ કંડારેલ છે. દેશના અભૂતપૂર્વ વિકાસ સાથે ફુગાવાને નિયંત્રણમાં રાખી મોંઘવારી પર કાબૂ મેળવ્યો છે. મહિલા સશક્તિકરણ, યુવા, રોજગાર, કૌશલ યોજના તથા કિશાનો, ટુરિઝમ ક્ષેત્રે વિકાસના પગલાં લીધા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ ભાષણમાં જણાવ્યુ કે, વિકાસ કાર્યક્રમોમાં બધા માટે આવાસ યોજના દરેક ઘર માટે પાણી, બધા માટે વીજળી, રાંધણ ગેસ અને બેન્ક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે. સિધ્ધિઓ વર્ણવતા આ બજેટ ભવિષ્યમાં વિકસિત ભારત નો રોડમેપ બનાવવામાં મદદરૂપ બનશે બજેટમાં દેશની મહિલાઓ માટે લખપતી દીદી યોજના હેઠળ ૧ કરોડ મહિલાઓ જે ૩ કરોડ લખપતી દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક ટેક્સ સ્લેબ અને ટેકસ સિસ્ટમમાં કોઇ ફેરફાર કરેલ નથી. જેથી સામાન્ય જન ઉપર ભાર નહીં આવે. આયુષ્યમાન ભારત નો લાભ તમામ આશાવર્કસ અને આંગણવાડી કાર્યકરો ને આપવામાં આવશે. મધ્યમવર્ગ માટે આવાસ યોજના અને ૧ કરોડ સોલાર પેનલ પરિવારો ને મફત વીજળી આપવાની – રૂફ ટોપ સોલાર સ્કીમ હેઠળ ૩૦૦ યુનિટ વીજળી મફતમાં ઉપલબ્ધ થશે, મિશન ઇન્દ્રધનુષ માં રસીકરણ વધારવામાં આવશે. ડેરી વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થશે તેમાં કચ્છ ને પણ ઘણોજ ફાયદો થશે. લખપત પાસે સરહદે આવેલ કોરીક્રીક ને ઇકો ટુરિઝમ વિકસાવવાની યોજના સાર્થક થશે. કચ્છમાં કોરીક્રીક સહિત અન્ય પર્યટન સ્થળો ને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.

રેલ્વે ઇન્ફાસ્ટ્રકચર પર થતાં ખર્ચમાં ૧૧% ટકાનો વધારો – વંદે ભારત ટ્રેનોની ૪૦ હજાર બોગી અપગ્રેડ કરવામાં આવશે. અંતરીમ બજેટ રજુ કરતાં નાણાંમંત્રીએ ટેકસ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઉર્જા ક્ષેત્રે, હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૨૦૨૩/૨૪ ના બજેટ પ્રાવધાનમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. નાણાકીય ક્ષેત્રને વધુ મજબુત અને વધુ સરળતાથી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા – વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!