મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ આઈ. એમ. કોંઢીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા સુચન કરેલ જે અન્વયે પોલીસ સબ ઈન્સપેકટર અર્જુનસિંહ એ. જાડેજાએ મળેલી બાતમી આધારે રેઈડ કરવા સુચના આપેલ જે અન્વયે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા મોરબી તાલુકાનાં ભળીયાદ ગામની સીમમાં શ્રી રામ નળીયાના કારખાનાની ઓફિસમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી જુગાર રમતા મનસુખભાઇ જીવરાજભાઈ આદ્રોજા (ઉ.વ. 64), પ્રકાશભાઇ રજનીકાંતભાઈ પરમાર (ઉ.વ. 32) અને જયેશભાઇ ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.41)ને રૂ. ૭૬,૨૦૦ની રોકડ સાથે ઝડપી પાડી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ મથક પો.સ.ઈ. ડી. વી. ડાંગર, હેડ કોન્સ. દિનેશભાઈ બાવળીયા, કાનાભાઈ ચૌહાણ, પો.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, રમેશભાઈ મુંધવા, ફતેસંગ પરમાર, ભરતદાન ગઢવી સહિતનાઓ રોકાયેલા હતાં.