હળવદમાં જીવના જોખમે સવારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ગાડીમાં લોકો પોતાના જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ગુજરાતમાં દરરોજ અસંખ્ય અકસ્માત થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ હળવદનો જે વીડિયો વાયરલ થયો છે. તેને જોયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ કેસમાં સહેજ પણ ચૂક થાય તો આ મોતની સવાર બની શકે છે.
હળવદમા જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ઓટો રીક્ષા અને ઈકો કારમા ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં 4ના બાળકોનો આ વિડીયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે શહેરના કૃષ્ણનગર પાસે આવેલી શાળાનો રીક્ષામાં જોખમી સવારીનો વિડીયો વાઇરલ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હકીકતમાં રાજ્યમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી રીતે મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે આ વિડીયો વાઇરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.