હળવદ તાલુકાનાના શિરોઈ ગામે બ્રાહ્મણી -૨ ડેમના પૂલ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બ્રાહ્મણી ડેમમાં પરપ્રાંતિય યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો. જેની જાણ થતાં આજુબાજુમાંથી લોકો તેમજ સુંદરગઢ ગામના તરવૈયાઓ દોડી આવ્યા હતા. જેમણે ભારે જહેમત બાદ યુવાનનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના શિરોઈ ગામે બ્રાહ્મણી-૨ ડેમના પૂલ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ તાલુકાના શિરોઈ ગામ પાસે આવેલા બ્રાહ્મણી ડેમમાં પરપ્રાંતિય યુવાનઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં યુવક ડૂબી ગયો હતો. જે ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને સુંદરગઢ ગામના તરવૈયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ અજાણ્યા યુવાનનાં હાથમાં માં જય ચામુંડા,ઓમ, ઈંગ્લીશમાં એસ.એસ. લખેલું છે. તેમજ તેણે બ્લેક કલરનુ જાકીટ, લાલ ચટાપટા વાળુ ટીશર્ટ પહેર્યું છે. ત્યારે ઘટનાની જાણ હળવદ પોલીસ અને હળવદ નગરપાલિકા ફાયરની ટીમને કરવામાં આવતા તેઓ ધટના સ્થળે પહોંચ્યા હતા અને યુવાનની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ મૃતદેહનો કબજો મેળવીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.