Wednesday, November 27, 2024
HomeNewsહળવદના સુંદરગઢ પાસે બ્રાહ્મણી- ૨ ડેમમાંથી મળેલ મૃતદેહ અમદાવાદના યુવકનો હોવાનું ખૂલ્યું

હળવદના સુંદરગઢ પાસે બ્રાહ્મણી- ૨ ડેમમાંથી મળેલ મૃતદેહ અમદાવાદના યુવકનો હોવાનું ખૂલ્યું

હળવદ તાલુકાના શીરોઈ અને સુંદરગઢ વચ્ચે આવેલા બ્રાહ્મણી ૨ ડેમમાં યુવાન શુક્રવારે સાંજના સમયે યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેની લાશ સ્થાનિક તરવૈયાઓએ શોધી કાઢી હતી અને હળવદ પોલીસ, ફાયરની ટીમને જાણકારી આપી હતી અને લાશને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે આ યુવાન પ્રાથમિક દ્રષ્ટિએ પરપ્રાંતીય હોવાનું અને યુવાનના હાથ ઉપર જય ચામુંડા અને ઓમ.એસ.એસ લખાવેલ હતું જેથી કરીને પોલીસ દ્વારા આ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી જોકે આ યુવાનને આજે સવારે અમદાવાદનો હોવાનું પ્રાથમિક જાણકારી મળી હતી અને ત્યારબાદ પોલીસ હેડ કોન્સ્ટેબલ અજિતસિહ સિસોદીયા,શક્તિ સિહ સહિતના પોલીસ જવાનોએ સઘન તપાસ હાથ કરતા આ યુવાનનું નામ પટણી શૈલેષકુમાર હોવાનું બહાર આવ્યું હતું અને જે ઠક્કરબાપા નગર (અમદાવાદ) હોવાનું બહાર આવતા વાલી વારસનો સંપર્ક કરી આજે બપોર બાદ હળવદ પોલીસ મથકે મૃતકના વાલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને મૃતક શૈલેષ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું તો સાથે વાલી વારસે લાશનો કબજો મેળવી અંતિમવિધિ માટે રવાના થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!