મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસના સહયોગથી ચાલે છે તેમના દ્વારા એચ.આઇ.વી સાથે જીવતીએ એન.સી /પી.એન.સી તેમજ પોઝિટિવ બાળકોને અન્ય વ્યક્તિ જેવો HIV સાથે જીવી રહ્યાં છે તેમને રાશન કીટ આપવામાં આવેલ હતી. અને ફેમિલી પ્લાનિંગ વિશે માહિતી અપાઈ હતી.
મળતી માહિતી અનુસાર, જ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસ ના સહયોગથી ચાલે છે. તેમના દ્વારા ગઈકાલે તા.05/02/2024ના રોજ એચ.આઇ.વી સાથે જીવતા લોકોને ફેમીલી પ્લાનીંગનું મહત્વ જણાવવા માટે ગ્રુપ કાઉન્સિલ તેમજ રાશન કીટ આપવામાં આવી હતી, આ કાર્યક્રમ CDMO ડો.દૂધરેજીયા, DTHO ડૉ. ધનસુખ તેમજ RMO સરડવાના તેમજ દિશા DAPCU ના માર્ગદર્શન યોજાયો હતો. જેમાં ART મેડિકલ ઓફિસર દિશાબહેન તેમજ ફેમીલી કાઉન્સેલર ભારતીબેન દ્વારા ફેમિલી પ્લાનિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સફળ બનાવવા માટે સ્વેતના પ્રોગ્રામના ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પિયુષભાઈ પદમાણીએ જહેમત ઉઠાવી હતી. જેમાં સ્વેતના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલભાઈ, સ્ટેટ પ્રોગ્રામ સ્પેશ્યલિસ્ટ નિકિતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ કાર્યક્રમમાં કીટનું અનુદાન મોરબી જિલ્લા લોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ક્લબના પ્રમુખ સોનલબેન શાહ, હરેશભાઈ શેઠ તથા અશોકભાઈ મેહતા હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ દરેકે દાતાઓનો સહયોગ બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.