Wednesday, November 27, 2024
HomeGujaratઈમાનદારીને સલામ:મોરબીની શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થીઓને મળેલ રૂપિયા ટ્રાફિક પોલીસે મૂળ...

ઈમાનદારીને સલામ:મોરબીની શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થીઓને મળેલ રૂપિયા ટ્રાફિક પોલીસે મૂળ માલિકને પરત કર્યા

શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થીઓને ચાર પાંચ દિવસ પહેલા રૂપિયા ૯૯૪૦ મળ્યા હતા. જે ટ્રાફિક પોલીસને આપ્યા હતાં.જેને લઇને ટ્રાફિક પોલીસ કર્મીઓએ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરી ખરાઈ સાથે લઈ જવા જણાવ્યું હતું. ત્યારે આજરોજ શકત સનાળાના ૭૬ વર્ષીય દિનેશભાઇએ ફોન દ્વારા પડી ગયેલ રૂપિયા પોતાના હોવાનું જણાવી સ્કૂલનાં પ્રિન્સીપાલ અને રાજેશભાઈની હાજરીમાં તેમને રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. ત્યારે દિનેશભાઇએ તમામ લોકોનો આભાર માન્યો હતો.

- Advertisement -
- Advertisement -

શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થી ઓને ચાર પાંચ દિવસ પહેલા રૂ. ૯૯૪૦ મળેલ હતા. જે રૂપીયા સ્કુલ સામે ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક કલીપરીંગની કામગીરીમાં વ્યસ્ત ડીબી ઠકકર- પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને આપતા તેઓએ અલગ અલગ અખબારના માધ્યમથી પડી ગયેલ રૂપિયા પુરાવા સાથે ટ્રાફિક શાખાનો સંપર્ક કરવાનું કહેતા આજે શકત સનાળા ગામના દિનેશભાઈ ઠાકર ઉમર વર્ષ ૭૬ વાળાએ ફોન દ્વારા પડી ગયેલ રૂપિયા પોતાના હોવાનું જણાવતા તેઓને શકત સનાળા સ્કૂલ ખાતે બોલાવી ખરાઈ કરી સ્કૂલનાં પ્રિન્સીપાલ રેણુકાબેન અને રાજેશભાઈની હાજરીમાં કુલ રૂપિયા ૯૯૪૦ પરત કર્યા હતા. ત્યારે રૂપિયા પરત મળતાં દિનેશભાઇએ સ્કૂલનાં ઈમાનદાર વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસના કર્મીઓ, મોરબીના પત્રકાર મિત્રો તેમજ સ્કૂલનાં પ્રિન્સીપાલ સહિત તમામનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!