વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામમાં આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં માલઢોર ચરાવવા બાબતે ત્રણ શખ્સો દ્વારા પ્રૌઢ ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પ્રૌઢ સહીત બે વ્યક્તિને લાકડી તથા ઢીકાપાટુનો માર મારવામાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર પ્રૌઢ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા ઉવ.૫૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ આરોપી વિહાભાઈ સતાભાઈ પાંચીયા, શૈલેશભાઈ હિરાભાઈ પાંચીયા તથા જયેશભાઈ વિહાભાઈ પાંચીયા રહે બધા પાંચ દ્વારકા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ લખાવી જાહેર કર્યું કે ગત તા.૦૩/૦૨ના રોજ બપોરના અરસામાં પ્રતાપગઢ ગામમાં આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહીમભાઈ નુરમકમદભાઈની વાડીની બાજુમાં ધનાભાઇ માલઢોર ચરાવતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓને માલઢોર ચરાવવા માટે સમજાવવા જતા જે બાબતે આરોપીઓને સારું નહિ લાગતા આરોપી વિહાભાઈએ પોતાના પાસે રહેલ લાકડીથી ધનાભાઇને ઇજા પહોંચાડી હતી. ત્યારે ધનાભાઇને બચાવવા વચ્ચે આવેલ જીવણભાઈને આરોપી ત્રણેય શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી લાકડીઓ ફટકારવામાં આવી ધનાભાઇ અને જીવણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.