ટંકારાથી રાજકોટ ટ્રક લઇ નીકળેલ ૪૦ વર્ષીય રાજસ્થાની ડ્રાઈવરનું ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ મિતાણા બાદ મોરબી સરકારી હોસ્પિ.માં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગયી હતી.
મોરબી જીલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું હતું. જેમાં મૃતક રમણલાલ ભેરાભાઇ પરમાર ઉવ-૪૦ રહે-ધાણી ગટાઉ ફલોજ તા-દોવડા જી-ડુંગરપુર,રાજસ્થાન ટ્રકચલાવી ટંકારાથી રાજકોટ તરફ જતા હોય ત્યારે મિતાણા ગામના બ્રિજ પાસે પહોંચતા અચાનક છાતિમા દુખાવા સાથે ચકકર આવતા યુવકને પ્રથમ મિતાણા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા જ્યાં સારવાર દરમયાન ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કરતા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.