વાંકાનેરના ધમલપર ૩ ગામના સરપંચ ઉપસરપંચ તલાટી અને પંચાયતના સભ્યો ગામતળ ની જમીન ની હરજી કરવાની હોય જેથી સ્થળ તપાસ કરવા ગયા હતા ત્યાં બે ઈસમોએ ઉશ્કેરાઈ જઈને તમામ લોકોને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
બનાવની માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ધમલપર-૩ ગામતળ ની બસ સ્ટેન્ડ પાછલ થાન રોડ પર આવેલ જમીન ની હરાજી કરવાનું ગ્રામપંચાયતના સતાધીશો એ મળીને નિર્ણય કર્યો હતો જે જમીન ની સ્થળ તપાસ કરવા માટે સરપંચ,ઉપસરપંચ,તલાટી મંત્રી માજી સરપંચ અને સભ્યો ગયા હતા જ્યાં આરોપી યાશીનભાઇ મામદભાઇ દેકાવાડીયા, ઇમરાનભાઇ રસુલભાઇ દેકાવાડીયા બંને રહે. ધમલપર-૩ તા.વાંકાનેર જી.મોરબીએ એકદમ ઉશ્કેરાઈ રવીભાઈ તથા તેની સાથે આવેલ ભાઈને ગાળો આપી કહેવા લાગ્યા કે તમે બધા અમારા વાડા કે અમારા કારખાનામાં કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરશો તો ભીસડા ખેરવી નાખશું તથા તમામ ને જાનથી મારી નાખશુ જેવી ધમકી આપતા ધમલ પર ગ્રામપંચાયત ના સભ્ય રવીભાઇ મંગાભાઇ જીજરીયા એ સમગ્ર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.