Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં હાઈડ્રો મશીનરીના કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયા:વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી

મોરબીમાં હાઈડ્રો મશીનરીના કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયા:વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી

મોરબીમાં લાતી પ્લોટમાં હાઈડ્રો મિકેનિક્સ મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા ૬૦ વર્ષીય કારખાનેદારને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરીને અવાર નવાર તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી વ્યાજખોરના ત્રાસથી કંટાળી કારખાનેદારે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની કામગીરી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર જાણતા ટાઈલ્સમાં રહેતા અને લાતી પ્લોટમાં સત્યમ શીવમ હોલની પાછળ જનતા હાઈડ્રો મિકેનિક્સ નામનું કારખાનું ધરાવતા જયંતીલાલ મીઠાભાઇ પરમાર ઉવ.૬૦ એ આરોપી રવિભાઈ રાજુભાઈ જીલરીયા રહે. મોરબી આનંદનગર વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે જયંતીભાઈએ આરોપી રવિભાઈ પાસેથી આજથી બે વર્ષ પહેલા ધંધામાં આર્થિક જરૂરિયાત ઉભી થતા રૂ.૨ લાખ માસિક ૬ ટકા લેખે વ્યાજે લીધા હતા જે રૂપિયાનું સંસાર વ્યાજ જયંતીલાલ ચુક્વવાતા હતા ત્યારબાદ ગત નવરાત્રી ઉપર બીજા વધારાના ૩ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના બદલામાં જુદી જુદી બેંકોના સહી કરેલા ચેકો આપ્યા હતા.જેનું પણ ટાઈમ તો ટાઈમ વ્યાજ ચુક્વવાતા હતા તેમ છતા આ આરોપી રવીભાઈએ જયંતિલાલ પાસેથી વધુ પૈસા લેવાના હેતુથી બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ દસ્તાવેજ લઇ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી જયંતિલાલને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જેથી વ્યાજખોર શખ્સની વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતતા પોલીસે જયંતિલાલની ફરિયાદના આધારે વ્યાજખોર શખ્સ રવીભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!