મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ મથકમાં નોંધાયેલ નશીલી આયુર્વેદિક શીરપના પ્રોહીબીશન તેમજ માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા જેવી અલગ અલગ આઇપીસી કલમ હેઠળના ગુન્હામાં છેલ્લા ૪ માસથી વોન્ટેડ આરોપીને મોરબીથી ઝડપી લઇ હસ્તગત કરી રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની કામગીરી કરવા મોરબી એસઓજી ટીમ પ્રયત્નશીલ હોય તે દરમિયાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયાને બાતમી મળેલ કે રાજકોટ શહેર ડી.સી.બી પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહી.એકટ તથા આઇપીસી કલમ-૨૭૨,૨૭૩,૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૨, ૪૮૩, ૧૨૦(બી) મુજબના ગુન્હામાં છેલ્લા ૦૪ માસથી નાસતો ફરતો આરોપી રાહુલ અશ્વિનભાઇ લુવાણા મોરબી વાળો મોરબી-૨ ફ્લોરા ડી માર્ટ પાસે હોય જેથી મળેલ બાતમી મુજબની જગ્યાએ વોચ રાખી તપાસ કરતા આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચા જાતે ઉવ.૩૨ રહે. રવાપર ગામ, ઘુનડા રોડ, ૪૦૨ લોટસ- ૦૨, મોરબીવાળો કે જે નાસતો ફરતો હોય તે મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.