મોરબી સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધવા પામ્યો છે. ત્યારે ક્યાં કારણોસર અચાનક હાર્ટ એટેક આવે છે તે તબીબી વિષય છે તો આ હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો શોધવા તબીબી સંશોધન સમિતિની રચનાની માંગ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ દ્વારા મુખ્યમંત્રી ભુપેદ્રભાઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રજુઆતમાં જણાવાયું કે હમણાં તાજેતરમાં ૨૦ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની વ્યકતિને હાર્ટ એટેક આવી રહ્યા છે ઘણાં કિસ્સામાં કોઈ કારણ નથી હોતુ આર્થિક રીતે સુખી હોય-શારીરીક સુખી હોય ચિંતાનુ કારણ ના હોય શરીરના વજનનુ કારણ ના હોય છતાં રોજે રોજ ગુજરાતમાં હાર્ટ એટેકનુ જોર વધતુ જાય છે અને માણસના જીવન પર જોખમ હોય તેવુ જણાય છે આ બાબતે સરકાર દ્વારા મેડીકલ સંસોધન કરવું જોઇએ કારણ કે જો સંશોધન કરતા લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન મળે તો મરણનું પ્રમાણ ઘટવા લાગે વર્તમાનપત્રમાં હાર્ટ એટેકનુ પ્રમાણ વધતાં સૌને ચિંતા થાય છે અને પ્રજામાં પણ જાણવાની આતુરતા છે કે મેડીકલ સંશોધન સમિતી બનાવી હાર્ટ એટેક માટેનાં કારણો શોધવા જરૂરી છે આ બાબત પ્રજાનો પ્રશ્ન હોય યોગ્ય કરવા વિનંતી સાથે રવજુઆત કરાઈ હતી.