ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આઈ.ટી.આઈ , ડિપ્લોમા તથા ડીગ્રી પાસ આઉટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આસિસ્ટન્ટ લોકો પાઇલટની ૫૬૯૬ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉત્સુક છે. ત્યારે ભરતી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવા અંગેના મોરબી જિલ્લાના ઉમેદવારો માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
RRB અમદાવાદ માટે ૨૩૮ જગ્યાઓ ભરવાની હોય જે અંતર્ગત આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે મોરબી જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારો અરજી કરે અને રોજગારી મેળવે તે હેતુસર મોરબી જિલ્લાના ઉમેદવારો માટે મોરબી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોજગાર અધિકારી, આચાર્ય જીલ્લા આઈ.ટી.આઈ, મોરબી તથા આચાર્ય ,સરકારી એન્જીનીયરીંગ અને પોલી ટેકનીક કોલેજ ,મોરબી દ્વારા આગામી તા-૧૩/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ : ૦૦ થી ૧૨ : ૦૦ વાગ્યા દરમિયાન શિવ હૉલ, મોરબી ખાતે ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આવેલ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી અંતર્ગત ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવા તદ્દન ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ડિગ્રી પાસ આઉટ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદેવારો જોડાઈ શકશે. તેમજ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને મોરબી જીલ્લાની રોજગાર કચેરી, સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા (પીપળીયા ચાર રસ્તા), હળવદ તથા સરકારી એન્જીનીયરીંગ અને પોલી ટેકનીક કોલેજ, મોરબી ખાતે ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે. ઉમેદવારે સેમીનારમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરવા https://docs.google.com/forms/d/e/1FAIpQLSdBq94zF25Gg1GhuqTJZIRSA7Sxzc2UKrYxBGGsQlM-urwGxA/viewform?usp=sf_link આ ગૂગલ ફોર્મની લીંક દ્વારા પોતાની વિગતો ભરવાની રહેશે.