હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા સીટ અન્વયે પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજના ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
હળવદ વિધાનસભા સીટ નો કાર્યક્રમો માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી,તાલુકાના લોકોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા
સમગ્ર રાજયમાં યોજાનાર આવાસ યોજના આવાસ યોજના ઈ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો,સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ધાંગધ્રા હળવદ વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત,દીપ પ્રાગટ્ય કરી લાભાર્થીઓનો પ્રતિભાવ ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનુ પ્રવચન ત્યાર બાદ વચૅયુલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આને શોટૅ ફિલ્મ નું પ્રદર્શન યોજાયું.
આ પ્રસંગે હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ, માર્કેટીંગ યાર્ડ ના પુવૅ ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવડીયા, નરેન્દ્રસિંહ રાણા, રમેશભાઈ ભગત, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ, નંદલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધાંગધ્રા પ્રાંત અધિકારી હષૅદીપ આચાર્ય, મેહુલ સિંધવ તાલુકા વિકાસ અધિકારી,તુષાર ઝાલોરીયા ચીફ ઓફિસર,એમ,જે,પરમાર મામલતદાર હળવદ,હળવદ વહીવટી તંત્ર ના અધિકારીઓ કર્મચારીઓ ઉશપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરાડીયા, હરેશભાઈ ભટ્ટ,એમ.એમ.સંધાણી સહિતના કયું હતું.