Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી:ભાણેજની સાર સંભાળ બાબતે મોટી બહેને ઠપકો આપતા સગીરાનો આપઘાત 

મોરબી:ભાણેજની સાર સંભાળ બાબતે મોટી બહેને ઠપકો આપતા સગીરાનો આપઘાત 

મોરબીની લેટિગ્રેસ સીરામીક ફેક્ટરીની મજુર ઓરડીમાં રહેતી સગીરાને તેની મોટી બહેને આપેલ ઠપકા બાબતે લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગયી હતી.

- Advertisement -
- Advertisement -

 

સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના જાંબુડીયા ગામ નજીક આવેલ લેટિગ્રેસ સીરામીક કારખાનાના લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતી મૂળ ઓરીસ્સાના નુઆસાહી ગામની રહેવાસી ૧૭ વર્ષીય સોનાલી ઉર્ફે મામની રાજેન્દ્ર સુરેન્દ્ર જેનાને તેની મોટી બહેન મોનતીબેને પોતાની નાની દીકરી દિવ્યાંશી રડતી હોય જેથી તેની સાર સંભાળ રાખવા માટે મોટીબહેન દ્વારા સોનાલીને ઠપકો આપતા જે બાબતે લાગી આવતા સોનાલીએ કોલોનીના પોતાના રૂમમાં જઈ પોતાની જાતે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!