મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ગાંધીધામ પોઇન્ટ આવેલ છે જ્યાં કચ્છ જવા માટે ઈકો કાર તથા ક્રુઝર કારના ચાલકો વારાફરતી પોતાની કારમાં પેસેંજર ભરતા હોય છે ત્યારે અહીં ઈકો કાર ચાલક પોતાના વારા મુજબ પોઇન્ટ ઉપર ગાડી રાખી પેસેંજર ભરતો હોય ત્યારે ચાર માથાભારે શખ્સો દ્વારા ગાંધીધામ પોઇન્ટ ઉપર આવી કહેલ કે ‘આ પોઇન્ટ ઉપર તારી ગાડી ભરતો નહિ’ તેમ કહી સગા બે ભાઈ તથા તેમના ભાણેજને જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં ૮ માં રહેતા આમીરખાન નેકમામદભાઈ ભટ્ટી ઉવ.૨૬ એ આરોપી અબ્દુલભાઈ હબીબભાઈ ભટ્ટી, મોહશીનભાઈ સલીમભાઈ મોવર, અનવરભાઈ રહિમભાઈ મોવર તથા ઈમરાનભાઈ રહિમભાઈ મોવર તમામ રહે. મચ્છી પીઠ જુના બસ સ્ટેશન પાસે વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગાંધીધામ પોઇન્ટ ઉપર ઈકો કારમાં ફરિયાદી આમીરખાન કચ્છ જવા માટેના પેસેંજર ભરતો હોય ત્યારે આરોપી અબ્દુલ હબીબભાઇ ભટ્ટી આવીને કહેવા લાગ્યો કે ‘ અહીં તારી ગાડીમાં પેસેંજર ભારવા નહી તારી ગાડી લઈને જતો રહે’ તેમ કહી ફરિયાદી આમીરખાનનો ફેટ પકડીને ગાળો આપતા હોય ત્યારે તેને છોડવા વચ્ચે પડેલ ફરિયાદીના ભાઈ તથા ભાણેજને પણ આરોપી દ્વારા ઢીકાપાટુનો માર મારી તથા આરોપી દ્વારા બીજા તેના ત્રણ સાગરીતોને બોલાવી સાગા બે ભાઈ તથા તેના ભાણેજને વધારે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.