મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહલગ્નનું આયોજન તા ૧૦ ના રોજ શ્રી રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગોસ્વામી સમાજ ના પાંચ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા ગોસ્વામી સમાજ ના દાતાઓ ના સહયોગથી દીકરીઓ ને સોના ચાંદી ના દાગીના થી ઘરવપરાશ જીવન જરૂરિયાત ૮૭ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્ન નું સંપૂર્ણ આયોજન માત્ર ગોસ્વામી સમાજ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું સમૂહલગ્ન માં નવદંપતિઓ ને આશીર્વચન આપવા મહંત શ્રી ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી) (વિનોદગીરી કુબેરનાથ મહંત) મહંત બલરાજ રાજગીરી (મહાકાલેશ્વર મંદિર જેતપર મરછું) મહંત લાભુગીરી (સતેશ્વર મહાદેવ મંદિર મોરબી) મહંત પ્રવિણગીરી સીધેશ્વર મહાદેવ મંદિર મોરબી સહિત સર્વ સંતો મહંતો ઉપસ્થિત રહી નવદંપતિઓ ને આશીર્વચન આપ્યા હતા
આ પ્રસંગે મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે સમાજ માં ફેશન વ્યસન ને વેર ઝેર છોડો એક થાઓ સંગઠિત બનો જેથી સમાજ ના વિકાસ માં ઉપયોગી થવાય બાળકો ને વધુ ને વધુ શિક્ષિત બનાવો તેમજ વધુ માં નવદંપતિઓ ને જણાવ્યું હતું કે પરિવાર માં સહનશીલતા રાખજો જતું કરવાની ભાવના રાખજો તો ક્યારેય ઘર માં કોઈ પ્રશ્ન ઉભો નહિ થાય તમારા માં બાપ સાસુ સસરા ની સેવા કરજો તેમજ સમૂહલગ્ન ના આયોજક પ્રવીણભારથી ચંદ્રકાન્તભારથી એ જણાવ્યું હતું કે મારા આ આયોજન જેને પુરે પૂરો તન મન ધન થી જેને સહયોગ આપ્યો છે તેવા દાતાશ્રી ઓ જ મારા મહાનુભાવો છે હું પ્રથમ તેને જ સ્ટેજ પર બેસાડુ છું આ પ્રસંગે સંતો મહંતો ને દાતાઓ નું સન્માન કરાયું હતું.તેમજ સમાજ ના કોઈપણ કામકાજ માટે અને સમાજ ઉપયોગી કોઈપણ કાર્ય માં હંમેશા અગ્રેસર રહેતા એવા મૉરબી દશનામ ગોસ્વામી સમાજ ના ગૌરવ એવા પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ને પત્રકાર અલ્પેશ સુરેશભાઈ ગોસ્વામી નુ ખાસ વિશેષ સન્માન સમૂહલગ્ન સમિતિ ના આયૉજકૉ દ્વારા કરવામાં આવ્યું હતુ
આ પ્રસંગે ઉપસ્થિત જામનગર ના મીનાબેન હંસગીરી એ જણાવ્યું હતું કે 35 વર્ષ પહેલાં હું પણ સમૂહલગ્ન માં જોડાઈ હતી નું જણાવી ને ગોસ્વામી સમાજ ને વધુ ને વધુ સમૂહલગ્ન માં જોડાવવા અપીલ કરી હતી ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો એ સમૂહલગ્ન ના આયોજન ને બિરદાવી ને આયોજક ને અભિનંદન પાઠવ્યા હતા.આ સમૂહલગ્ન માં જમણવાર નો તમામ ખર્ચ રસિકગીરી નવલગીરી ગોસ્વામી હરિપર(કેરાળા) દ્વારા કરવામા આવ્યો હતો જેને પણ મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ ના આયોજક એ બિરદાવી સન્માન કર્યું હતું.
આ સમૂહલગ્ન સફળ બનાવવા સમિતિના મોભી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી,તેમજ ડો જયદીપપુરી મનસુખપુરી,અરવિંદવન ન્યાલવન,પ્રવિણગીરી વસંતગીરી,રાજેશપુરી બટુકપુરી, સહિત સમિતિના તમામ સભ્યો આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.