હળવદના વોર્ડ નંબર સાત ના ભવાનીનગર વિસ્તારમાં વર્ષ 2019/2020 માં નગરપાલિકા દ્વારા એના રહેવાસીઓને ઉપયોગી બને તે માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ કોમ્યુનિટી હોલ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે સફાઈ કામ કરાવે તેવી ના રહેવાસીઓની માંગ ઉઠવા પામી છે
હળવદ નગરપાલિકા દ્વારા શહેરના લોકોને સુખાકારી મળે તે માટે વિકાસના કામો કરતા હોય છે પરંતુ નગરપાલિકાનું આયોજનના અભાવે પ્રજા પીડાઈ રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા વર્ષમાં હળવદના વોર્ડ નંબર સાત ના ભવાનીનગર દ્વારા વિસ્તારમાં લોકોને સુવિધા મળી રહે તે માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ કોમ્યુનિટી હોલ વર્ષોથી બંધ હાલતમાં છે અને ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે એના રહેવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનું પેટમાં પાણી હલતું નથી ત્યારે આ કોમ્યુનિટી હોલ ગંદકીનું સામ્રાજ્ય છે તે સફાઈ કરાવે તો એના આજુબાજુના લોકોને ઉપયોગી થાય તેવી અહીંના રહેવાસીઓ જણાવ્યું હતું.