મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લક્ષ્મીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરના શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા ટીમને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ હસ્તક વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી.
મોરબી શહેરમાં પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષકો હર્ષભેર જોડાયા હતા જેમાં અલગ અલગ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. શિક્ષકોને ક્રિકેટ રમાડવાનો મુખ્ય હેતુ મોરબી શહેરના શિક્ષકોમા એકતા વધે તેમજ નવા વિદ્યાસહાયક અને બદલી કરી મોરબીમાં આવેલા શિક્ષકોનો પરિચય થાય તે માટે બે દિવસ 10/2/24 અને 11/2/24 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
જેમાં મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા અને મહામંત્રી ડાભી ચમનલાલ તથા સંઘના સભ્યો દ્વારા ઓપનિંગ કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિનુભાઈ ભંખોડિયા અને કરસનભાઈ ખીમાણીયાએ ભારે જહેમત ઉપાડી બધા ક્રિકેટ રમનાર શિક્ષકો અને આયોજકોને સાથે રાખી આયોજન અને નિયમો ઘળી પારદર્શકતા દાખવી હતી. જેમાં પાંચ ટીમો માંથી ફાઇનલ મેચ જીતનારને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ હસ્તક વિજેતા ટ્રોફી અપાઈ હતી.