Wednesday, November 27, 2024
HomeGujaratટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ સમારોહમાં પ્રશંસનીય કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ સમારોહમાં પ્રશંસનીય કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતિ સમારોહ તારીખ ૧૦-૨-૨૦૨૪ થી ૧૩-૨-૨૦૨૪ ની સવાર સુધી રાત દિવસ આરોગ્યની સેવાઓ આપતા આરોગ્ય કર્મચારીઓની કામગીરીને રાજકીય આગેવાનો તથા મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ની ૨૦૦ મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમમાં તારીખ ૧૦-૦૨-૨૦૨૪ થી ૧૨-૦૨-૨૨૦૪ સુધી દેશના વિવિધ રાજ્યોમાથી તેમજ દેશ વિદેશમાથી પણ અનેક લોકો તેમજ અનેક મહાનુભવો ટંકારા ખાતે પહોંચ્યા હતા. તે તમામ લોકોને આરોગ્ય સેવાઓ સારી રીતે મળી રહે તે માટે આરોગ્ય અધિકારી કર્મચારીઓ દ્વારા આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં સેવાઓ જેવી કે મેડિકલ સારવારની સેવાઓ આરોગ્યની વિવિધ યોજનાઓ કાર્યક્રમનો પ્રચાર માટે પ્રદર્શન ગોઠવવામાં આવેલ તેમજ કાર્યક્રમના સ્થળે આભા PMJAY કાર્ડનો સ્ટોલ રાખવામા આવ્યા હતા. આમ આરોગ્ય લગત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. આ સેવાઓ માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે દવેનાં સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યક્રમ દરમ્યાન ADHO ડૉ ડી.બી મહેતા, RCHO ડૉ.સંજય શાહ, EMO ડૉ. ડી.વી બાવરવા, QAMO ડૉ.હાર્દિક રંગપરિયા, DMO ડૉ.વિપુલ કારોલીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ સાવડી નેસડા (ખા) લજાઈના અધિકારી કર્મચારીઓએ સેવા આપી હતી. તેમજ પ્રચાર પ્રસારની કામગીરી ઇન્ચાર્જ DIECO ડી.એન સંઘાણી દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 1530 લોકોને આરોગ્ય ની વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. આ આરોગ્ય સેવાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે તથા તાલુકા હેલ્થ વીઝીટર ભાવનાબેન પટેલ દ્વારા સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!