મોરબીના રહેવાસી અને હાલ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મિતેષ દિલીપકુમાર દવેને નાનપણથી જ વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકીટ સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. જે શોખને કારણે આજે તેઓએ લીમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યા છે.
ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પડાયેલ સિક્કાઓ સહિત ભારતીય રિર્ઝવ બેંકના પ્રથમ ગર્વનરથી લઈ હાલના ગર્વનર શક્તિકાંતા દાસ સુધીના તમામ ગર્વનરની સહીઓ વાળી નોટનું મોરબીના રહેવાસી અને હાલ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મિતેષ દિલીપકુમાર દવે દ્વારા કરાયેલ સંગ્રહમાં સામેલ છે. મિતેષ પાસે ભારત સિવાય વિશ્વના તમામ ૧૯૨ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ સિવાય બીજા ૯૩ ડેડ નેશન થઇ કુલ ૨૮૫ દેશના ચલણ તથા ટપાલ ટીકીટનો અનોખો સંગ્રહ છે. મિતેષ પાસે ઇન્ટરનેશન બેંક નોટ સોસાયટી – ઓસ્ટ્રેલીયાનું સભ્યપદ છે. તેઓને આ સંગ્રહ બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડ (છ વખત), ઈન્ડિયા બુક રેકોર્ડ, આસ્સિટ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ક્રેડિબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ જેવા રેકોર્ડ છે. ત્યારે આજે 14 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠી વખત તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ સામેલ થયું છે.
મિતેષ પાસે આ સિવાય તેમના સંગ્રહમાં સ્વીટરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ એલીયન બ્રટ, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો, કચ્છના મહારાજા સ્વ. પ્રાગમલજી, ભારત રત્ન સ્વ. લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવરશ્રી લક્ષ્યરાજ સિંહજી, ભારતના પ્રથમ અવકાશ યાત્રી તથા અશોકચક્ર વિજેતા રાકેશ શર્મા, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતના પૂર્વરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પ્રથમ વડા સ્વ.બિપિ રાવતજી જેવા દિગ્ગજો પાસેથી આવેલ શુભેચ્છા પત્ર પણ તેમના સંગ્રહમાં સામેલ છે. આ સિવાય તેમના સંગ્રહમાં ભારતીય રજવાડાના સિક્કા તથા કોર્ટ ફ્રી સ્ટેમ્પનો અનેરો સંગ્રહ છે. જેમાં ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીનો ઓટોગ્રાફ, કચ્છ, બરોડા ગાયકવાડ, હૈદાબાદ નિઝામ, જુનાગઢ- નિઝામ, નવાનગર, મોરબી સ્ટેટના મહારાજા શ્રી વાઘજીબાપુ, મહારાજા શ્રી લખધીરસિંહજી બાપુના ઓટોગ્રાફ તથા અન્ય ઘણાં રજવાડાના સિક્કા તથા કોર્ટફી સ્ટેમ્પનો સમાવેશ છે. વિશ્વનો સૌથી નાનો સોનાનો સિક્કો વિજયનગર સ્ટેટનો બેલે કોઈન સુર્વણ સિક્કો પણ આ યુવાનના સંગ્રહમાં સામેલ છે. અને વિશ્વની એક માત્ર ચલણીનોટ જે કાપડ, કાગળ કે પ્લાસ્ટિક નહિ પણ સોનાની (૨૨ કેરેટ) જે એન્ટીગુઆ અને બરબુડા દેશે બહાર પાડેલએ પણ લીગલ ટેન્ડર જે મિતેષના સંગ્રહમાં છે.