મોરબી ગ્રીન ચોક નજીક શામક શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા ૬૧ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ રમેશભાઈ કુમુદચંન્દ્ર દવે ઉવ.૬૧ રહે.મોરબી શામકશેરી મહાવીર એપાર્ટમેન્ટ પાસે ગ્રીનચોકને પોતાના ઘરે ઇલેકટીક શોર્ટ સર્કિટ થતા ગંભીર રીતે દાઝી ગયેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલ તા.૧૪ ફેબ્રુઆરીના રોજ રમેશભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્મોમાતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.