આરોપીએ ખુદ પોલીસ મથકમાં જઈને કહ્યું મારા મકાનમાં દારૂનો જથ્થો છે
મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે રાત્રીના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બોલતો આવી કહેવા લાગ્યો કે મારા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે. આ અગાઉ પોલીસને પણ બાતમીદારો પાસેથી પોલીસ મથકમાં આવેલ શખ્સના રહેણાંકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે એસપી રોડ ખાતે આવેલ આઇકોન રેસીડન્સીના બ્લોક નં ૮૦૧માં દરોડો પાડી થાઈલેન્ડ મેઇડ વિદેશી દારૂની સ્કોચ-વ્હિસ્કીની ૧ લીટરની કુલ ૧૦ બોટલ મળી આવતા આ સાથે આરોપીની અટક કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ તથા પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઇકોન રેસીડન્સી બ્લોક નં ૮૦૧માં રહેતા કેલ્વીન કાલાવડીયા એ ખુદ પોલીસ મથકમાં આવીને કહેવા લાગ્યો હતો કે મારા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા એસપી રોડ આઇકોન રેસીડન્સીના બ્લોક નં ૮૦૧માં તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન થાઈલેન્ડ મેઇડ ગ્લેનફીડીચ સીંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કીની ૧ લીટરની ૬ બોટલ તથા થાઈલેન્ડ મેઇડ બેલેન્ટાઇન્સ ફીનેસ્ટ સ્કોચ વ્હિસ્કીની ૧ લીટરની ૪ બોટલ એમ કુલ ૧૦ બોટલ કિ.રૂ.૩૬,૯૩૭/-નો જથ્થો કબ્જે લઇ આરોપી કેલ્વીન નવીનભાઈ કાલાવડીયા ઉવ.૩૭ની અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.