ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આજે મોરબી સહિત અલગ અલગ ૧૩ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે કિશોર ચિખલીયા ના નામની જાહેરાત થતાં મોરબી કોંગ્રેસમાં વિરોધ ના સૂર ઉઠી રહ્યા છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કિશોર ચિખલિયા ની વરણી કરવામાં આવતા મોરબી કોંગ્રેસમાં વિરોધ ઉથી રહ્યો છે જેને લઇને જિલ્લા કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ જયરાજભાઈ પટેલના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજવામાં આવશે.અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હાલમાં મોરબી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ કિશોર ચીખલીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ત્યાર બાદ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી છે.અને હાલમાં કિશોર ચીખલિયા ના પત્ની અસ્મિતાબેન ચીખલિયા ભાજપ પક્ષ તરફથી મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ સદસ્ય છે અને મહિલા અને બાળ વિકાસ સમિતી ના સભ્ય તેમજ અપીલ સમિતિના સભ્ય તરીકે કાર્યરત છે ત્યારે કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે કિશોર ચીખલિયા ની પસંદગી ના કોંગ્રેસ હાઇકમાન્ડ ના નિર્ણય ને કારણે ઉભા થયેલ આંતરિક વિરોધ ને લઈને મોરબીનુ રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ હાઈ કમાંડના આ નિર્ણય ને લઈને આવતીકાલે મોરબી જિલ્લા કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.