ગુજરાતભરનાં બધા સરપંચોને છેલ્લા પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ કાર્ય કરે છે. જેના પશ્ચિમ ગુજરાત ઝોનમાં સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છનો સમાવેશ થાય છે. ત્યારે આજ રોજ સરપંચ પરિષદ ગુજરાત દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરપંચ પરિષદ ગુજરાત દ્વારા આજરોજ ગુજરાતનાં નવા નીમણુંક પામેલા રાજ્ય મુખ્ય વિકાસ કમિશ્નર હિતેશભાઇ કોયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘનાં રાષ્ટ્ર્રીય મહાસચિવ મુકેશભાઈ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતના પ્રદેશ પ્રવકતા મુકેશભાઈ શાહ અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી સાગરભાઇ ફૂલતરિયા હાજર રહી રાજ્યનાં સરપંચોનાં પ્રશ્નો હલ કરવા અને સહકાર આપવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેનાં જવાબમાં વિકાસ કમિશ્નરે હકારાત્મક અભિગમ સાથે આવકારેલ હતાં.