ટંકારામાં ખેતરમાં જતી પાણીની લાઈન લીકેજ થતી હોય જે બાબતે કુટુંબી ભત્રીજાના દીકરાઓ દ્વારા કાકા ઉપર લાકડીથી હુમલો કરતા પ્રૌઢ ખેડૂત દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના ખડિયાવાસમાં રહેતા હેમંતલાલ મોહનભાઈ દુબરીયા ઉવ-૫૫ ની ટંકારાના કોઠારીયા જવાના કાચા રસ્તે ખેતર-વાડી આવેલ છે ત્યારે આ વાડી-ખેતરની પાણીની લાઈન બાજુમાં આવેલ કુટુંબી ભત્રીજાના ખેતરમાંથી પસાર થતી હોય જે પાણીની લાઈન કોઈ કારણોસર લીકેજ થતા કુટુંબી ભત્રીજાના બે દીકરાએ હેમંતલાલને કહેવા લાગ્યા કે અત્યારે જ આ પાણીની લાઈન અમારા ખેતરમાંથી કાઢી નાખો તેમ કહી ખેડૂત ઉપર બંને શખ્સોએ લાકડી વડે હુમલો કરી પ્રૌઢ ખેડૂતને શરીરે વાસામાં મૂંઢ માર માર્યો હોય તથા હાથમાં ફ્રેકચર જેવી ઇજોઓ પહોંચાડતા હેમંતલાલ દ્વારા આરોપી હિતેશ રામજીભાઈ દુબરીયા તથા શશીકાંતભાઈ રામજીભાઈ દુબરીયા રહે- બંન્ને ટંકારા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.