આશા વર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનોને પડતી મુશ્કેલીઓને કારણે અને અલગ અલગ બાબતની અનેક રજૂઆતો સાથે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આશા વર્કર બહેનોને એક જ કામ વારંવાર કરાવવામાં આવે છે. તેમજ વાડી વિસ્તાર અને છેવાડાના વિસ્તારોમાં બહેનોને એકલા મોકલી કામગીરી કરવા માટે દબાણ કરતા બહેનોએ ધરણા કરી વિરોધ નોંધાવો હતો.
મોરબીની આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોને પડતી મુશ્કેલીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. તેમજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ટકે આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે વાડી વિસ્તાર અને કારખાના વિસ્તારમાં બહેનોને દબાણ કરી એકલા મોકલવામાં આવે છે તેમજ વ્હીકલર્સ ન હોવાથી અનેક પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે, ત્યારે MPWY અને FAW બહેનોને સાથે મોકલવામાં આવે તેવી માંગ બહેનોએ કરી છે. તેમજ આભા કાર્ડ સહિતની કામગીરી વારંવાર કરવામાં આવે છે. તેથી બહેનોને કેટલી વાર આધાર કાર્ડ લેવા માટે જાય ? તેવો પ્રશ્ન કરી નારી શોષણ બંધ કરવામાં આવે તેવી માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી છે.